તમારી પાસે સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ શું નકલી છે? જાણો RBI શું કહે છે

સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ: RBI દ્વારા સ્ટાર નિશાની વાળી રૂ 500ની નોટ લઈને એક મોટી અપડેટ આપવામાં આવી છે. જાણો કેમ ખાસ ચર્ચામાં છે આ સ્તર નિશાનવાળી રૂ 500ની નોટ.

સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ શું નકલી છે?

500 રૂપિયાની ચલણી નોટને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. RBI દ્વારા 27 જુલાઈના રોજ 500 રૂપિયાની નોટને લઈને નવું નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં સ્ટાર માર્કવાળી કેટલીક નોટ બજારમાં ફરતી થઈ રહી છે. જેને સોશિયલ મીડિયા પર નકલી નોટ કહેવામાં આવી રહી છે. જેના લીધે આમ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

પરંતુ આરબીઆઈએ હવે આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા આપી છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આ નોટ પણ અસલી છે અને વાયરલ પોસ્ટમાં જે દાવા કરવામાં આવી રહ્યા છે તે બિલકુલ ખોટા છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી સરકારે 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કર્યું છે, ત્યારથી 500 રૂપિયાની નોટને લઈને લોકોની ચિંતા પણ વધી ગઈ છે.

સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ
સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ

રિઝર્વ બેંકે એક પ્રેસ રિલિઝમાં કહ્યુ કે, સ્ટાર ” એક ઓળખની નિશાની છે, તે એક બદલાયેલી કે રિપ્રિન્ટ એટલે ફરીથી પ્રિન્ટ થયેલી ચલણી નોટ છે. મધ્યસ્થ બેંક તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે સોશિયલ મીડિયામાં ” નિશાનવાળી ચલણી નોટ અંગે ઘણી અફવાઓ ફેલાઇ છે.

આ સિવાય PBI ફેક્ટ ચેકે પણ ટ્વીટ કર્યું છે કે તમારી પાસે સ્ટાર (*) વાળી નોટ છે? શું આ નકલી છે? ગભરાશો નહીં: આવી નોટો નકલી હોવાનો દાવો કરતા સંદેશાઓ નકલી છે. ડિસેમ્બર 2016 થી RBI દ્વારા Rs. 500ની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) દાખલ કરવામાં આવ્યું હતું.

https://twitter.com/PIBFactCheck/status/1684150505734569987?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1684150505734569987%7Ctwgr%5Eeb53a70d15ea624fecbeaee23267130209b41402%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gujaratitak.com%2Fis-the-e282b9500-note-with-the-star-symbol-fake-know-what-rbi-says%2F

વાયરલ મેસેજમાં શું છેઃ “છેલ્લા 2-3 દિવસથી * સિમ્બોલવાળી આ 500ની નોટો બજારમાં ફરવા લાગી છે. આવી નોટ ઈન્ડસઈન્ડ બેંકમાંથી પરત કરવામાં આવી છે, તે નકલી નોટ છે, આજે એક મિત્ર તરફથી આવો મેસેજ આવ્યો. ગ્રાહકને 2-3 નોટો મળી હતી, પરંતુ ધ્યાને આવતાં તેઓ તરત જ પરત આવી ગયા હતા.” ગ્રાહકે એમ પણ કહ્યું કે આ નોટ સવારે કોઈએ આપી હતી. તમારું ધ્યાન રાખો. નકલી નોટો લઈને ફરનારાઓની સંખ્યામાં વધારો થયો છે.” જે ઉપર આપેલ ટ્વીટ માં આપણે વાંચી શકીએ છીએ.

નોંધ: સ્ટાર નિશાની વાળી રૂ. 500ની નોટ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થ્હાયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment