Happy Forgings IPO: લીસ્ટીંગ સાથે બમ્પર કમાણીના સંકેત, હેપ્પી ફોર્જિંગ આઈપીઓ આજથી ભરી શકશો

Happy Forgings IPO: હેપ્પી ફોર્જિંગ આઈપીઓ લીસ્ટીંગ સાથે બમ્પર કમાણીના GMP સંકેત, આજથી ભરી શકશો ભરણું. શેર દીઠ રૂપિયા 808-850 પ્રાઇસ બેન્ડ સેટ થઈ.

Happy Forgings IPO

આઈપીઓ પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે આ સપ્તાહ ઘણો વ્યસ્ત રહેવાનો છે. આ સપ્તાહમાં ઘણી કંપનીઓના આઈપીઓ ઓપન થયા છે, હાલ પ્રારંભિક ભરણા માટે આઠ આઈપીઓ ઓપન છે. હેપ્પી ફોર્જિંગ આઈપીઓ આજથી ખુલ્યો છે. આ IPO રિટેલ રોકાણકારો માટે આજે 19 ડિસેમ્બરે ખુલી રહ્યો છે જેમાં રોકાણકાર 21 ડિસેમ્બર સુધી તેના પર નસીબ અજમાવી શકશે. ગ્રે માર્કેટમાં કંપનીનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જે મજબૂત લિસ્ટિંગ તરફ સંકેત આપી રહ્યું છે.

Happy Forgings IPO
Happy Forgings IPO

કેટલું રોકાણ કરવું પડશે?

હેપ્પી ફોર્જિંગ આઈપીઓ માટે 808-850 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ એક લોટમાં 17 શેર રાખ્યા છે. જે કારણથી કોઈપણ રોકાણકારે ઓછામાં ઓછા 14,450 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

કંપનીના શેર આજે ગ્રે માર્કેટમાં 450 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. જે અનુસાર, અંદાજ લગાવીએ તો લગભગ 1330 રૂપિયા સુધી આઈપીઓ લિસ્ટ થઈ શકે છે. જે કારણથી રોકાણકારોને પહેલા જ દિવસે 50 ટકાથી વધારેનો નફો થઈ શકે છે.

કંપનીના આઈપીઓમાં 400 કરોડ રૂપિયાની કિંમતના 72 લાખ શેર બહાર પાડવામાં આવશે. આઈપીઓનો 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારો માટે છે. જ્યારે, 35 ટકા રિટેલ રોકાણકાર અને 15 ટકા NII માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં કંપનીમાં પ્રમોટર્સની શેર હોલ્ડિંગ 88.24 ટકાની છે.

રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 17 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. ઇક્વિટી શેરના પબ્લિક ઇશ્યુમાં રૂ. 4,000 મિલિયન સુધીના ઇક્વિટી શેર અને ઑફર ફૉર સેલ (OFS) માટે 7,159,920 ઇક્વિટી શેર્સ સુધીના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે.

Happy Forgings IPO FAQs:

Happy Forgings IPO ની ઇસ્યુ સાઈઝ કેટલી છે?

રૂ. 4,000 મિલિયન સુધીના ઇક્વિટી શેર અને ઑફર ફૉર સેલ (OFS) માટે 7,159,920 ઇક્વિટી શેર્સ સુધીના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે.

Happy Forgings IPO ની પ્રાઈસ બેન્ડ શું છે?

હેપ્પી ફોર્જિંગ આઈપીઓ માટે 808-850 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.

Happy Forgings IPO ક્યારે ઓપન થશે?

આ IPO રિટેલ રોકાણકારો માટે આજે 19 ડિસેમ્બરે ખુલી રહ્યો છે.

Happy Forgings IPO ની લોટ સાઈઝ કેટલી છે?

રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર.

Happy Forgings IPO માં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું?

રોકાણકારે ઓછામાં ઓછા 14,450 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

હેપ્પી ફોર્જિંગ આઈપીઓ ની અલોટમેન્ટ તારીખ કઈ છે?

27-28 ડિસેમ્બરના રોજ અલોટમેન્ટની શક્યતા છે.

હેપ્પી ફોર્જિંગ આઈપીઓ લિસ્ટિંગની તારીખ કઈ છે?

જ્યારે 27-29 ડિસેમ્બરના રોજ લિસ્ટિંગની શક્યતા છે.

Happy Forgings IPO GMP કેટલું છે?

ગ્રે માર્કેટમાં 450 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Leave a Comment