Holi 2023: હોળીનું મહત્વ, હોળી કઈ તારીખે છે

Holi 2023: ભારતના મુખ્ય તહેવારો પૈકીનો એક તહેવાર એટલે હોળી. હોળી એટલે રંગોનો તહેવાર, હોળી સાથે હિંદુઓનું પૌરાણિક મહત્વ પણ જોડાયેલ છે. હોળીને લઈને અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. આ તહેવારનો પ્રથમ દિવસ એટલે કે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવતો તહેવાર છે.

Holi 2023

પોસ્ટ ટાઈટલHoli 2023
પોસ્ટ નામહોળીનું મહત્વ
હોળી કઈ તારીખે છે? (ધૂળેટી)08-03-2023
હોલિકા દહન કઈ તારીખે છે?06/07-03-2023
Holi 2023
Holi 2023

હોળીનું મહત્વ

હોળી એટલે રંગોનો તહેવાર, ભારત સાથે અન્ય દેશોમાં પણ આ તહેવારની ધામધૂમથી ઉજવવામાં આવતો હિંદુ તહેવાર છે. હોળીને “દોલયાત્રા” કે “વસંતોત્સવ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ એટલે કે હોળી અને બીજા દિવસે ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે મનાવવામાં આવતો તહેવાર છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે ગામના મુખ્ય ચોક અને શહેરમાં સોસાયટી જેવા સ્થાન પર છાણા, લાકડાની ગોઠવણી કરવામાં આવે છે, ગામના લોકો એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં (હોળીકા દહન) આવે છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે આ દિવસે ખજુર, દાળિયા, ધાણી લોકો ખાવાનું રાખે છે. બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે.

હોળી કઈ તારીખે છે? / ધૂળેટી કઈ તારીખે છે?

વર્ષ 2023માં હોળી ફાગણ મહિનાની પૂનમ એટલે કે 6/7-03-2023 તારીખે છે. મોટા તીર્થ સ્થળોની વાત કરીએ તો અમુક મંદિરે તારીખ 06-03-2023ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવશે અને અમુક મંદિરે તારીખ 07-03-2023ના રોજ હોળી ઉજવવામાં આવશે. ધૂળેટીની ઉજવણી 07-03-2023ના રોજ કરવામાં આવશે.

હોલિકા દહનનું મુહૂર્ત / હોળી મુહૂર્ત 2023

તારીખ 06-03-2023ને સોમવાર સાંજે 6:53 કલાકે મીનીટે સુર્યાસ્ત પછીનું જ છે માટે કોઈ સંચય અને શંકાને સ્થાન જ નથી. ઘણા લોકો કહે છે કે તારીખ 07-03-2023ને મંગળવારના હોળીકા દહન કરવું પરંતુ તે યોગ્ય નથી કારણ કે હોળી રાતનો તહેવાર ગણાય અને એમાં પણ પૂનમ હોવી જરૂરી છે તો પુનમ સાંજે 04:18 મિનિટે પ્રારંભ થાય છે. સોમવારે સંપૂર્ણ રાત્રી દરમ્યાન પૂનમ છે. જયારે મંગળવારે સાંજે 06:09 મિનિટે એકમ થઇ જાય છે અને ત્યારે સુર્યાસ્ત 6:53 મિનિટે છે. (06-03-2023 સોમવાર હોળીકા દહન સાંજે 06:53 કલાકે ઉપવાસ, 07-03-2023 મંગળવાર પૂનમ પડતર દિવસ ઉપવાસ-વ્રતનો, 08-03-2023 બુધવાર ધૂળેટી) (નોંધ: આ શુભ મુહૂર્તની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી સત્યતા તપાસી લેવી).

હોળી સાથે જોડાયેલ વાતો

હોળી એ રંગોનો તહેવાર છે. હોળી સાથે આપડી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જેની વાત કરીએ તો 1) પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા 2) રાધા અને કૃષ્ણની કથા 3) કૃષ્ણ અને પુતનાની કથા 4) શિવ પાર્વતીની કથા. આ બધી કથાઓ કૈકને કૈક હોળી તહેવાર સાથે જોડાયેલી છે તેવું લોકો માને છે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે, અમારો હેતુ કોઈ પણ લોકો કે ધર્મની લાગણી દુભાવવાનો નથી, અમારો હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે.

Holi 2023
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment