Jio Plan: Jio ગ્રાહકોને ઝટકો, કંપનીએ બંધ કર્યો સૌથી સસ્તો પ્લાન

Jio Plan: જીઓના ગ્રાહકોને એક મોટો ઝટકો લાગે તેવા સમાચાર છે, મળતી માહિતી મુજબ JIOએ સૌથી સસ્તા પ્રીપેડ પ્લાનને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે, જાણો કયો પ્લાન જીઓએ બંધ કર્યો.

Jio Plan (જીઓ પ્લાન)

જીઓ યુઝર માટે એક ઝટકા રૂપ સમાચાર મળી રહ્યા છે. જીઓએ પોતાનો સૌથી સસ્તો પ્લાન 119 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પોતાના રીચાર્જ લીસ્ટમાંથી હટાવી દીધો છે. જીઓએ આ પ્લાન 2021ના અંતમાં ટેરીફ વધારા બાદ રજુ કર્યો હતો.

જીઓના સૌથી સસ્તા પ્લાનની વાત કરીએ તો 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલીડીટી સાથે ગ્રાહકને 1.5 જીબી ડેઈલી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 SMS મળતા હતા, પરંતુ આ પ્લાન હવે દેશના કોઈ પણ ભાગમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી.

જીઓના ગ્રાહકોને હવે સસ્તા પ્લાન માટે 30 રૂપિયા વધુ ચુકવવા પડશે, આમ જોવા જઈએ તો જીઓનું આ પગલું બિલકુલ એરટેલ કર્યું હતું અને તેનાથી કંપનીને પ્રતિ યુઝર એવરેજ (એઆરપીયુ)ના આંકડા સુધારવામાં મદદ મળશે.

જીઓના આ સાથે બીજા પ્લાનની વાત કરીએ તો 209, 599 અને 155 પણ ગ્રાહક માટે ઉપલબ્ધ નથી રહ્યા અને જીઓના સસ્તા પ્લાનની વાત કરીએ તો 149 રૂપિયાથી શરૂઆત થશે.

આ પ્લાનમાં ગ્રાહકોને શું મળશે તેની વાત કરીએ તો આ પ્લાનમાં જીઓના ગ્રાહકોને 20 દિવસની વેલિડીટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને જીઓ સિનેમા, જીયોક્લાઉડ અને જીઓ ટીવીની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 100 એસએમએસ અને ડેઈલી 1 GB ડેટા મળે છે. અત્રે જણાવવાનું કે આ પ્લાન જીઓના 5G વેલકમ ઓફર માટે એલિજિબલ નથી જેમાં યુઝર્સને ટૂલી અનલિમિટેડ 5G ડેટા મળે છે.

Jio Plan (જીઓ પ્લાન)
Jio Plan (જીઓ પ્લાન)

આ સિવાય પણ ઘણા પ્લાનમાં ચેન્જ થયો છે, તેમજ બીજા ઘણા પ્લાન પણ ઉમેરવામાં આવ્યા છે, જીઓ ગ્રાહકો My Jio એપમાં જઈને પોતાના પ્લાન ચેક કરી શકશે.

2 thoughts on “Jio Plan: Jio ગ્રાહકોને ઝટકો, કંપનીએ બંધ કર્યો સૌથી સસ્તો પ્લાન”

Leave a Comment