Mothers Day Celebration Ideas : 12 મે એટલે મધર્સ ડે

Mothers Day Celebration Ideas : 12 મે રવિવારના રોજ મધર્સ ડે (Mother’s Day) છે. આ અવસરે મમ્મીની સાથે તમે ઘરેજ મધર્સ ડે સેલિબ્રેટ કરી શકો તેના આઈડિયાઝ આપ્યા છે, અહીં જાણો

Mothers Day Celebration Ideas

Unique Mother’s Day Ideas in Gujarati: ”મા” એક માત્ર શબ્દ નથી તેમાં ઘણી લાગણીઓ છુપાયેલી છે. મમ્મીને સરખામણી કોઈ સાથે થઇ સકતી નથી. 9 મહિના સુધી પોતાના બાળકને ગર્ભમાં રાખવાથી લઈને જન્મે ત્યારે અને બાળક મોટું થાય ત્યાં સુધી તેની સંભાળ રાખે છે. માતાનો પ્રેમ, લાગણી અને સંભાળ કદી ઓછું થતું નથી. 12 મે રવિવારના રોજ મધર્સ ડે (Mother’s Day) છે. આ અવસરે મમ્મીની સાથે તમે અલગ રીતે ઘરેજ મધર્સ ડે સેલિબ્રેટ કરી શકો તેના આઈડિયાઝ આપ્યા છે.

Mother’s Day Celebration Ideas
Mothers Day Celebration Ideas

ફોટો આલ્બમ ડિઝાઇન કરો

તમારા મમ્મીને સરપ્રાઈઝ કરવા ફોટો આલ્બમ ડિઝાઇન કરી શકો છો. સ્ક્રૅપબુકિંગ અથવા આલ્બમમાં તમારા ફેવરિટ મમ્મી સાથે યાદગાર ફોટા ડિઝાઇન કરો અને રૂમમાં લગાવો અથવા આ ડિઝાઇન કરેલ આલ્બમ પેક કરીને ગિફ્ટ કરો.

મમ્મીની મનપસંદ ડીશ તૈયાર કરો

ગિફ્ટને બદલે તમે તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. તેની ફેવરિટ ડીશ બનાવો, મીલ ડેટ પ્લાન કરો અને સાથે એન્જોય કરો.

વોક પર જાઓ અથવા ઘરે ડાન્સ કરો

મોટાભાગની માતાઓ ડાન્સ કરવાનું પસંદ કરે છે. ત્યારે તમે ફેવરિટ સોન્ગ પર તમારી મમ્મી સાથે પાર્ટનર ડાન્સ કરી શકો છો અથવા તમે લોન્ગ વોક જઈ શકો છો.

મુવી જોવા જાઓ

જો તમારા મમ્મીને થિયેટરમાં મુવી જોવું ગમે છે તો શોની ટિકિટ બુક કરી શકો છો અને સાથે મુવી જોવાનો આનંદ મણિ શકો છો. ન માત્ર થિયેટર તમે ઘરે પણ ott પર વેબ સિરીઝ કે મુવી જોઈ શકો છો.

પુસ્તક ગિફ્ટ કરો

પુસ્તક આપણું નોલેજ વધારે છે સાથે ફોક્સ પણ વધારે છે. જો તમારા મમ્મીને રિડિંગ કરવું ગમે છે તો તેમના ગમતા લેખકનું પુસ્તક તમે મધર્સ ડે પર ગિફ્ટ કરી શકો છો.

ફરવા જવાનો પ્લાન કરો

મધર્સ ડે રવિવારે આવે છે, રજાના દિવસે તમે કોઈ નજીકની જગ્યા પસંદ કરી ફરવા જઈ શકો છો. જેમ કે, કોઈ ફેમસ રિસોર્ટ, ગાર્ડન, મ્યુઝિયમની મુલાકાત લઇ શકો છો.

Mothers Day Celebration Ideas

Leave a Comment