NHM Kutch ભરતી 2024 : સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ

NHM Kutch ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કચ્છ જિલ્લામાં એકાઉન્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા તથા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM Kutch ભરતી 2024

પોસ્ટ ટાઈટલNHM Kutch ભરતી 2024
પોસ્ટ નામએકાઉન્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા41
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ03-02-2024
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન
NHM Kutch ભરતી 2024
NHM Kutch ભરતી 2024

NHM Kutch Bharti 2024 / NHM Kutch Recruitment 2024

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 25-01-2024 થી 03-02-2024 સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક www.arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નેશનલ હેલ્થ મિશન કચ્છ ભરતી 2024

જે મિત્રો NHM Kutch ભરતી 2024 / NHM કચ્છ ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.

NHM ભરતી 2024 / નેશનલ હેલ્થ મિશન ભરતી 2024

જગ્યાનું નામસંખ્યાશૈક્ષણિક લાયકાતમાસિક વેતન
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર11– ગ્રેજ્યુએટ (કોમર્સ)
– ડિપ્લોમાં/સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશ, ટેલી એકાઉન્ટીંગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી/અંગ્રેજી) તથા ઓછામાં ઓછુ 1 વર્ષનું એકાઉન્ટીંગ કામનો અનુભવ
13,000/-
સ્ટાફ નર્સ16ભારતીય નર્સિંગ કાઉન્સીલથી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા B.sc. Nursing, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવું જરૂરી અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ. અથવા
ભારતીય નર્સિંગ કાઉન્સીલથી માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા જનરલ નર્સિંગ અને મીડવાઈફરી કોર્ષમાં ડિપ્લોમા, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવું જરૂરી અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ .
13,000/-
એન.એચ.એમ. આયુષ તબીબ / બી.એસ.કે. આયુષ તબીબ7– BAMS / BHMSની છેલ્લા વર્ષની માર્કશીટ તથા અટેમપ્ટ/ટ્રાયલ સર્ટીફીકેટ.
– યુનિવર્સીટીની ડિગ્રી સર્ટીફીકેટ.
– સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ.
– ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર.
– ઇન્ટરનશીપ કમ્પ્લીટ કરેલ સર્ટીફીકેટ.
25,000/-
એફ.એચ.ડબ્લ્યુ5માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ANM કોર્સ પાસ કરેલ હોવો જોઈએ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટ્રેશન અને બેઝિક કોમ્પ્યુટર કોર્ષ સર્ટીફીકેટ.12,500/-
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (તાલુકા કક્ષાએ)1સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.એસ.સી. ફુડ & ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ અને ન્યુટ્રીશન / એમ.એ.ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ. ઇન હોમ સાયન્સ (ન્યુટ્રીશન) (ફક્ત સ્ત્રી ઉમેદવાર) અને કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ.13,000/-
પ્રોગ્રામ આસિસ્ટન્ટ
(તાલુકા કક્ષાએ)
1– ગ્રેજ્યુએટ.
– ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
– 2 થી 3 વર્ષનો અનુભવ તેમજ વર્કિંગ નોલેજ ઇન ઈંગ્લીશ ધરાવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા. (અગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન, એમ.એસ.ઓફીસ જ્ઞાન)
13,000/-

ઓનલાઈન અરજી કરવા અંગેની જરૂરી સુચના

ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે. ઉમેદવારો એક કરતા વધુ અરજી કરી શકશે નહી.

ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

ઉમેદવારો માટે વય મર્યાદા ન્યુનતમ 21 વર્ષ થી મહત્તમ 40 વર્ષની રહેશે.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

ભવિષ્યમાં ઉપરોક્ત જગ્યામાંથી અથવા અન્ય કોઈ જગ્યા ખાલી પડે ત્યારે પ્રતીક્ષાયાદીના ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ નોટીફિકેશનમાં આપેલ તમામ વિગતો ધ્યાન પૂર્વક વાંચી ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.

જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
NHM Kutch ભરતી 2024

Leave a Comment