શિવશક્તિ પોઈન્ટ: ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી Shiv Shakti Point તરીકે ઓળખાશે

શિવશક્તિ પોઈન્ટ: પીએમ મોદીએ જાહેરાત કરી કે Chandrayaan 3 જે જગ્યાએ ઉતર્યું તે સ્થળ હવેથી શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. આ જાહેરાત પીએમ મોદી ઇસરોની મુલાકાત લીધે ત્યારે કરી. સાથે અન્ય પણ જાહેરાતો કરી.

શિવશક્તિ પોઈન્ટ

પ્રધાનમંત્રી મોદીએ ઈસરો ખાતે વૈજ્ઞાનિકોને સંબોધન કરતા વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર જ્યાં ઉતર્યું તે સ્થળને શિવશક્તિ પોઈન્ટ (શિવ શક્તિ બિંદુ) અને ચંદ્રયાન 2 લેન્ડર જે જગ્યાએ તૂટી ગયું હતું તે જગ્યાને તિરંગા પોઈન્ટ નામ આપવાની જાહેરાત કરી હતી. 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

શિવશક્તિ પોઈન્ટ
શિવશક્તિ પોઈન્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દેશોની મુલાકાત કરીને ભારત પરત ફરેલા તે સમયે તેઓ સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા. જે બાદ તેઓ ઈસરો ખાતે વૈજ્ઞાનિકોને મળવા પહોંચ્યા હતા જ્યાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતા તેમણે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે માનવતાના કલ્યાણનો સંકલ્પ શિવમાં સમાયેલો છે અને શક્તિથી આપણને તે સંકલ્પને પરિપૂર્ણ કરવાની ક્ષમતા મળે છે.

એરપોર્ટની બહાર લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું, આ દરમિયાન પીએમ મોદીએ જનતાને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન પીએમ મોદીએ એક નવું સૂત્ર આપ્યું હતું “જય વિજ્ઞાન-જય અનુસંધાન. પ્રધાનમંત્રી મોદીએ બેંગ્લોરમાં રોડ શો પણ કર્યો અને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.

પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો હતો. ત્યાં આવેલા લોકોનો પણ આભાર માનતા પીએમ મોદીએ કર્યું હતું કે આ અહીં પ્રવચન કરવાનો સમય નથી, કારણ કે મારું મન વૈજ્ઞાનિકો સુધી પહોંચવા માટે ઉત્સુક છે, પરંતુ હું તમારો આભાર માનું છે કે બેંગ્લોરના નાગરિકોમાં હજુ પણ ચંદ્રયાન 3ની સફળતાનો ઉંમંગ જીવંત છે.

પ્રધાનમંત્રી મોદી બેંગ્લોરમાં ચંદ્રયાન 3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ સોમનાથ અને ટીમના તમામ વૈજ્ઞાનિકોને મળ્યા હતા. પીએમ મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાનના સફળ લેન્ડીંગ માટે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ દિવસે આપણી વૈજ્ઞાનિક અને તકનીકઈ પ્રગતિની ઉજવણી કરવામાં આવશે. તેમણે સુશાસન સુનિશ્ચિત કરે અને સમસ્યાઓના ઉકેલો શોધી શકે તેવી રાષ્ટ્રીય હેકાથોનનું આયોજન કરવા કેન્દ્ર, રાજ્ય સરકારો અને યુનિવર્સીટીઓને સૂચન કર્યું હતું. તેમણે MyGov પોર્ટલ પર ચંદ્રયાન 3 પ્રપ રાષ્ટ્રીય ક્વિઝ કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:

Jio Plan: Jio ગ્રાહકોને ઝટકો, કંપનીએ બંધ કર્યો સૌથી સસ્તો પ્લાન

National Film Award 2023: નેશનલ ફિલ્મ એવોર્ડ 2023

જ્ઞાન સહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમાં ભરતી

Leave a Comment