ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024

ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારે મંજૂર થયેલ એ.એન.એમ.ની 13 જગ્યાઓ માટે ભરતી કરવા બાબત. લાયકાત ધરવત ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવી.

ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ હેઠળ RBSK પ્રોગ્રામ અંતર્ગત ડેડીકેટેડ મોબાઈલ હેલ્થ ટીમ (DMHT) માટે એ.એન.એમની 13 જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા અર્થે તથા પ્રતિક્ષા યાદી બનાવવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.

ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024
ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 12-06-2024 થી તારીખ 21-06-2024 સુધીમાં સાંજના 06:00 વાગ્યા સુધી આરોગ્યસાથી (HRMS) સોફ્ટવેર લીંક https://arogyasathi.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ નામકુલ જગ્યા
એ.એન.એમ. (ફક્ત સ્ત્રી ઉમેદવાર)13

શૈક્ષણિક લાયકાત

  • ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી એ.એન.એમ. / એફ.એચ.ડબલ્યુ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
  • ધોરણ 10 અને 12 માં કોમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કોમ્પ્યુટર સર્ટીફીકેટ હોય તેઓને અગ્રતા આપવામાં આવશે.

અનુભવ

  • સરકારી સંસ્થા / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન /અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

ઉચ્ચક માસિક વેતન

  • રૂ. 15,000/- (ફિક્સ)

વય મર્યાદા

  • મહત્તમ 45 વર્ષ

નોંધ : ભરતીની લગતી તમામ માહિતી અને જરૂરી શરતો ઓફિશીયલ જાહેરાતમાં આપેલ છે તે વિસ્તાર પૂર્વક વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment