Vapi Nagarpalika: વાપી નગરપાલિકામાં મંજુર થયેલ લઘુત્તમ મહેકમ પૈકી ખાલી પડેલ ક્લાર્ક, વાલમેન, ફાયરમેન, માળી અને અન્ય જગ્યાઓ માટે મે. પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત દ્વારા તારીખ 17-05-2023ના રોજ મંજુરીને આધિન ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 14-08-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.
- ક્લાર્ક અને અન્ય જગ્યા માટે ભરતી
- કુલ 24 જગ્યાઓ
- પગાર 19900થી શરૂ
Vapi Nagarpalika Bharti 2023
ઉમેદવારોની લાયકાતના ધોરણો તથા અન્ય શરતો જાહેરાતમાં આપ્યા મુજબ છે. જે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે નગરપાલિકાના મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
વાપી નગરપાલિકા ભરતી 2023
જે મિત્રો Vapi Nagarpalika Recruitment 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અન્ય તમામ માહિતીની ચર્ચા આપડે આ લેખમાં કરીએ.
ક્લાર્ક-06, વાલમેન-02, ફાયરમેન-05, મુકાદમ-06, મેલેરીયા વર્કર-01, વાયરમેન-01, માળી-01, ફાયર ઓફિસર-01, સમાજ સંગઠક-01 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
7 પાસ, 10 પાસ, 12 પાસ અને અન્ય લાયકાત
- ક્લાર્ક જગ્યા માટે એચ.એસ.સી. (ધોરણ 12) પાસ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગનો પાંચ વર્ષનો અનુભવ તથા સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર.
- વાલમેન જગ્યા માટે ધોરણ 10 પાસ અને વાલમેનનો અનુભવ.
- ફાયરમેન જગ્યા માટે ધોરણ 12 પાસ અને સરકાર માન્ય ફાયરમેનની પરીક્ષા પાસ.
- મુકાદમ જગ્યા માટે ધોરણ 7 પાસ અને લખી વાંચી શકે.
- મેલેરીયા વર્કર જગ્યા માટે એચ.એસ.સી. (ધોરણ 12) પાસ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપનો પાંચ વર્ષનો અનુભવ તથા સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર.
- વાયરમેન જગ્યા માટે ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાં વાયરમેનની પરીક્ષા પાસ કરેલ તેમજ પાંચ વર્ષનો અનુભવ.
- માળી જગ્યા માટે ધોરણ 7 પાસ તથા માળી તરીકેના ત્રણ વર્ષનો અનુભવ.
- ફાયર ઓફિસર જગ્યા માટે ગ્રેજ્યુએટ, સરકાર માન્ય ફાયર સબ ઓફિસરનો કોર્ષ પાસ અને સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર.
- સમાજ સંગઠક જગ્યા માટે એમ.એસ.ડબ્લ્યુ અને બે વર્ષનો અનુભવ તથા ગુજરાતી અને અંગ્રેજી ટાઈપની જાણકારી અને સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર.
19900થી પગાર શરૂ
ક્લાર્ક અને મેલેરીયા વર્કર માટે 19900-63200 પગાર ધોરણ, વાલમેન અને માળી માટે 14800-47100 પગાર ધોરણ, ફાયરમેન અને વાયરમેન માટે 15700-50000 પગાર ધોરણ, મુકાદમ માટે 15000-47600 પગાર ધોરણ, ફાયર ઓફિસર માટે 29200-92300 પગાર ધોરણ, સમાજ સંગઠક માટે 25500-81100 પગાર ધોરણ મળવાપાત્ર છે.
18 વર્ષ ઉપરના અરજી કરો શકશે
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ 18 અને મહત્તમ 33 વર્ષની રહેશે અને સામાન્યવર્ગની સ્ત્રી ઉમેદવાર તથા અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા સરકારશ્રીના નીતિ નિયમો મુજબ રહેશે. પરંતુ આવા ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય અને અધતન સર્ટીફીકેટ અરજી સાથે જોડવાનું રહેશે. તારીખ 30-06-2023ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે.
ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ સુધીમાં એટલે કે તારીખ 14-08-2023ના રોજ 05:00 કલાક સુધીમાં ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, વાપી-396191, તા. વાપી, જી. વલસાડ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી. ઉમેદવારે અરજી બંધ કવર ઉપર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તેની વિગત સ્પષ્ટ દર્શાવવાની રહેશે. અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવેલ હોય ત્યારે આખરી અરજી માન્ય રાખવામાં આવશે.
અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝ ફોટો નંગ 1, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ તથા જ્યાં લાગું પડતુ હોય ત્યાં અનુભવનું પ્રમાણપત્ર અને સીસીસીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ/અનામત અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે માન્ય નોન ક્રિમિલીયર સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખની સ્થિતીએ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બીન અનામત ઉમેદવારે ફી પેટે રૂ. 300/-નો ડિમાંડ ડ્રાફ્ટ, ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, વાપીના નામથી અરજી સાથે મોકલવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારે તથા મહિલા ઉમેદવારે કોઈ પણ ફી ભરવાની રહેશે નહી.
Vapi Nagarpalika ભરતી માટેનું અરજી ફોર્મ નગરપાલિકાની મહેકમ શાખામાંથી અથવા તો નગરપાલિકાની વેબસાઈટ www.vapimunicipality.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. માન્ય અરજી ફોર્મ સિવાયની અરજી માન્ય રાખવામાં આવશે નહી.
નોંધ: ભરતીને લગતી તમામ માહિતી જાહેરાતમાં આપેલ મુજબ વાંચી લ્યો અને ત્યારબાદ જ અરજી કરવી.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
Idont have job and not any income l study7 pass
Hello sir job jaruri che
Haa
I don’t have any job 10th pass and automobile engineering diploma
Job
Job 12th pass
Haa
Iti completed in vapi
Job
Job
Job for staff nurse
I am 9th pass + ITI RFM Trade
Hello sir job plzz
Please give me a job
B.com and CCC certificate